હળવદના અજીતગઢ ગામે તીનપત્તીનો જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓ ઝડપાયા
હળવદ: હળવદ તાલુકાના અજીતગઢ ગામે ખોડ જવાના રસ્તે સુરેશભાઈ કોરડીયાની દુકાન પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર ચાર ઈસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય ચાર ઈસમો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના અજીતગઢ ગામે ખોડ જવાના રસ્તે સુરેશભાઈ કોરડીયાની દુકાન પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર ચાર ઈસમો શનાભાઈ અવચરભાઈ પાટડીયા ઉ.વ.૩૦ રહે. અજીતગઢ તા.હળવદ, હસમુખભાઈ જાદવજીભાઈ ચેડા ઉ.વ.૩૩ રહે.અજીતગઢ તા.હળવદ, શૈલેષભાઈ ચંદુભાઈ સાપરા ઉ.વ.૩૦ રહે.અજીતગઢ તા.હળવદ જી.મોરબી, હેમુભાઈ દેવાભાઈ ઈટોદર ઉ.વ.૪૫ રહે. અજીતગઢ તા. હળવદવાળાને રોકડ રકમ રૂ.૫૨૦૦ નાં મુદ્દામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય ચાર ઈસમો શીવાભાઈ ઉર્ફે શીવો લાભુભાઇ પાટડીયા રહે. અજીતગઢ તા.હળવદ, મેહુલ ઉર્ફે મેલો ગોરધનભાઇ ભીમાણી રહે. અજીતગઢ તા. હળવદ, જગદીશભાઈ ધુળાભાઈ સાપરા રહે. અજીતગઢ તા.હળવદ જી. મોરબી, અરવિંદભાઈ ત્રિકમભાઇ કુરીયા રહે. અજીતગઢ તા. હળવદવાળા સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.