હળવદ: હળવદ તાલુકાના ચુંપણી ગામે યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ચુંપણી ગામે રહેતા વિનુભાઈ રત્નાભાઈ કોળી (ઉ.વ.૪૦) નામના યુવાને ગત તા.૦૪-૧૧-૨૦૨૨ ના રોજ કોઇપણ સમયે ચુંપણી ગામની સીમમાં વાડીએ ગળેફાંસો ખાઈ જતાં મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
