હળવદના દીઘડીયા ગામે પાદરમાં જુગાર રમતા સાત ઇસમો ઝડપાયા
હળવદ: હળવદ તાલુકાના દીઘડીયા ગામના પાદરમાં તીનપત્તી વડે જુગાર સાત ઇસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના દીઘડીયા ગામના પાદરમાં તીનપત્તી વડે જુગાર સાત ઇસમો જીલાભાઈ ગેલાભાઈ મોલાડીયા ઉ.વ.૩૪, ભીમાભાઈ બાબુભાઈ કાંજીયા ઉ.વ.૨૫, દિનેશભાઈ બાદરભાઇ મોલાડીયા ઉ.વ.૩૨, અરવિંદભાઈ નાગરભાઈ નંદેસરીયા ઉ.વ.૨૭, સુરેશભાઇ વેરશીભાઈ નંદેસરીયા ઉ.વ.૨૬, વિનાભાઈ સજાભાઈ કાંજીયા ઉ.વ.૩૪, અનીલભાઈ વરસીંગભાઈ દલસાણીયા ઉ.વ.૨૪ રહે. બધા દીઘડીયા તા. હળવદવાળાને રોકડ રકમ રૂ. ૧૧,૫૦૦ નાં મુદ્દામાલ સાથે રેઇડ દરમ્યાન પકડી પાડી જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.