હળવદના ગોલાસણ ગામે યુવકને બે શખ્સોએ લાકડી વડે ફટકાર્યો
હળવદ: હળવદ તાલુકાના ગોલાસણ ગામની સીમમાં યુવક તથા આરોપીનો ભાઈ મચ્છીનો ધંધો ભાગમાં કરતા અને પછી યુવકે ભાગ છુટો કરી નાખેલ જેનો ખાર રાખી બે શખ્સોએ યુવકને લાકડાના ધોકા વડે મારમારી નાશી ગયા હતા. આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રામા સંધવી પેટ્રોલપંપ પાછળ ગુજરાત હાઉસીંગ બોર્ડના ક્વાંટરમા રહેતા જુમાભાઈ આદમભાઈ જામ (ઉ.વ.૩૫) એ આરોપી જુસબભાઈ ઉર્ફે જુણસો અબ્બાસભાઈ ભટ્ટી તથા સબીરા ઈદ્રીશભાઈ મોવર રહે બંને સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રામા સંધવી પેટ્રોલપંપ પાછળ ગુજરાત હાઉસીંગ બોર્ડના ક્વાંટરમા તા. ધાંગધ્રાવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૪-૦૮-૨૦૨૩ ના રોજ ફરિયાદી તથા આરોપી સબીરાના ભાઇ બન્ને અગાઉ મચ્છી ધંધો ભાગમા કરતા હોય અને પછી ફરીયાદીએ આરોપી સબીરાના ભાઇ સાથે ભાગ છુટો કરી નાખેલ જેનો ખાર રાખી બન્ને આરોપીઓએ ફરીયાદીને લાકડાના ધોકા વતી બન્ને પગમા માર તથા જમણા હાથે મારી ડાબા પગે નરાના ભાગે હાડકુ ભાગી તથા જમણા પગે તથા જમણા હાથે મુઢ ઇજા કરી નાસી ગયા હતા. આ બનાવ અંગે ભોગ બનનાર જુમાભાઈએ બંને આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.