Tuesday, June 10, 2025

હળવદના જુના વેગડવાવ ગામેથી પરણીતા લાપતા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદ તાલુકાના જુના વેગડવાવ ગામેથી શાકભાજી લેવાનું કહી ગયેલ પરણીતા હળવદના ધાંગધ્રા દરવાજા પાસેથી કોઈને કહ્યા વગર ક્યાંક જતી રહેલ હોવાથી ગુમ થયેલ મહિલાના પતિએ હળવદ પોલીસ મથકમાં ગુમ થયાની ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ કલ્પનાબેન જગદીશભાઇ દેવજીભાઇ મોરી ઉ.વ-૩૪ રહે. જુના વેગડવાવ તા.હળવદવાળી ગઈ તા.૧૮/૧૦/૨૦૨૩ ના રોજ પોતાના ઘરેથી શાકભાજી લેવાનું કહીને જગદીશભાઇના નાના ભાઇ પ્રતાપ સાથે ગયેલ અને જગદીશભાઈના નાના ભાઇએ જગદીશભાઈની પત્નીને હળવદ ધાગધ્રા દરવાજા પાસે ઉતારેલ અને ત્યાથી જગદીશભાઈની પત્ની કોઇને કહ્યા વગર ક્યાક જતી રહેલ હોય અને આજદિન સુધી ઘરે પરત ન આવતા ભોગ બનનાર જગદીશભાઇએ તેમની પત્ની‌ ગુમ થયેલ હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. ગુમ થયેલ કલ્પનાબેનની ઉ.વ. ૩૪ છે. રંગ શ્યામ વર્ણ મોઢું લંબગોળ, ઉંચાઈ આશરે પાંચ ફુટ બે ઈંચ જેટલી આંખો કાળી છે ગુજરાતી તથા હિન્દી ભાષા જાણે છે કેશરી ગુલાબી કલરની સાડી પહેરલ છે જો આ વ્યક્તિની કોઈને જાણ મળે તો હળદર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર