હળવદ: હળવદ તાલુકાના રણછોડગઢ ગામના પાટીયા નજીકથી બીયર ટીનની દશ બોટલ સાથે એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રણછોડગઢ ગામના પાટીયા નજીકથી આરોપી અજીતભાઈ હિરાભાઇ સીણોજીયા રહે. રણછોડગઢ ગામ તા. હળવદ વાળાએ ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ બીયર ટીન નંગ -૧૦ કિં રૂ.૧૨૦૦ નાં મુદામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
