Friday, May 23, 2025

હળવદના રણજીતગઢ પાટીયા આગળ હાઇવે રોડ પર અકસ્માત કરી નાસી જનાર આરોપીની ધરપકડ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારના રણજીતગઢ પાટીયા આગળ હાઇવે રોડ ઉપર બનેલ ફેટલ કેશમાં અકસ્માત કરી નાસી જનાર આરોપીની હળવદ પોલીસે ધરપકડ કરી છે.

નાયબ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ રાજકોટ વિભાગ રાજકોટ તથા મોરબી જિલ્લા પોલીસ અધીક્ષકની નાઓની સુચના મુજબ હાઇવે રોડ ઉપરના અકસ્માતના બનાવોમાં તાત્કાલીક કાર્યવાહી કરવા જણાવેલ હોય અને નાયબ પોલીસ અધીક્ષક નાઓએ સત્વરે આરોપીને પકડી લાવવા સુચના કરેલ હોય જેથી ઉપરોક્ત ગુનાના કામના આરોપી ટ્રેલર રજીસ્ટર નં- GJ-14-2-6400ના ચાલકને પકડી પાડવા સુચના કરેલ હોય અને આ કામના ટ્રેલર રજી. નં. GJ-14-2-6400 ના ચાલકે પોતાના કબ્જાવાળું ટ્રેલર પૂરઝડપે અને બેફામ રીતે બેદરકારીથી સરેઆમ રસ્તા ઉપર ચલાવી લાવી રણજીતગઢના પાટીયા, બ્રાહ્મણી નદીની કેનાલ પાસે રોડની સાઇડમાં ઉભેલા સાદ હીરાભાઇ વિરજીભાઇ પરમાર તથા ફરીયાદીની દીકરી શર્મીલાબેન ઉ.વ.૧૫ તથા ફરીયાદીના ભાઇની દીકરી બીજુબેન ઉ.વ.૮ વાળી સાથે ભટકાડતા તેઓ ટ્રેલરના ટાયરમા ફસાઇ જતા તેઓને આશરે ત્રણસોથી ચારસો મીટર આગળ ઘસડી લઇ જઇ બ્રાહ્મણી નદીની કેનાલ ઉપર આવેલ પુલ સાથે ભટકાડી ટ્રેલર ઉંધુ પાડી દઇ તેમજ હીરાભાઇ વીરજીભાઇ પરમારને માથાના ભાગે તથા શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચાડી તથા ફરીયાદીની દીકરી શર્મીલા તથા ફરીયાદીના ભાઇની દીકરી બીજુબેનને માથાના ભાગે તથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી બંનેના મોત નીપજાવી અકસ્માત કરી નાશી ગયેલ હોય અને આ કામના ફરીયાદી કાળુભાઇ નાથાભાઇ સાગીયા ગરાસીયા રાજપુત ઉ.વ.૫૦ ધંધો. ખેત મજુરી રહે.મૂળ ગામ નવાબગા તા. વિસનગર જી. સાબરકાંઠા હાલ રહે.રણજીતગઢ હીરાભાઇ વિરજીભાઇ સતવારાની વાડીએ તા. હળવદ જી.મોરબી વાળાએ હળવદ પોલીસ સ્ટેશન ખાતે ટ્રેલર રજી. નં. GJ-14-2-6400 ના ચાલક વિરુધ્ધ ફરીયાદ જાહેર કરતા તા.૨૫/૦૮/ર૦ર૩ ના રોજ હળવદ પોલીસ સ્ટેશન ખાતે ઉપરોક્ત ટ્રેલર ચાલક વિરૂધ્ધમાં ફરીયાદ દાખલ કરવામાં આવેલ.

જ્યારે આરોપી ટ્રેલર ચાલક અકસ્માત કરી મોરબી બાજુ ભાગી ગયેલ હોય અને તપાસ કરતા આરોપી સરકારી હોસ્પિટલ મોરબી ખાતે હોવાની માહીતી મળતા સીવીલ હોસ્પિટલ મોરબી ખાતે જઇ તપાસ કરતા આરોપી સારવાર હેઠળ હોય જેથી બે પોલીસ કર્મચારીઓને આરોપીની વોચમાં રાખી આરોપીને સારવારમાંથી રજા આપતા આરોપી કહેરસિંગ હરદયાલસિંગ જાટ સરદાર ઉ.વ.૨૪ ધંધો ડ્રાઇવિંગ રહે. ગામ ડુબલી પાટી ભૌજો કી, તા. પટ્ટી જી. તર્ન તારન, પંજાબ વાળાને હળવદ પોલીસ સ્ટેશન ખાતે લાવી ગુન્હાના કામે તા.૨૫/૦૮/૨૦૨૩ ના રોજ ધોરણસર અટક કરવામાં આવેલ છે અને હાલે આ ગુનાની તપાસ તજવીજ પોલીસ સબ ઈન્સ્પેક્ટર કે.એન. જેઠવા સંભાળી રહેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર