હળવદના રાયધ્રા ગામે તીનપત્તીનો જુગાર રમતા નવ પત્તાપ્રેમીઓ ઝડપાયાં
હળવદ: હળવદ તાલુકાના રાયધ્રા ગામની સીમમાં માથક જવાના કાચે રસ્તે આવેલ બચુભાઈ વજાભાઈ કોળીની વાડીએ આવેલ ઓરડીની બાજુમાં જાહેરમાં લાઈટના અજવાળે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા નવ ઈસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રાયધ્રા ગામની સીમમાં માથક જવાના કાચે રસ્તે આવેલ બચુભાઈ વજાભાઈ કોળીની વાડીએ આવેલ ઓરડીની બાજુમાં જાહેરમાં લાઈટના અજવાળે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા નવ ઈસમો ભીમાભાઇ રૂડાભાઇ ચડાસણીયા ઉ.વ.૪૨ રહે.રાયધ્રા તા.હળવદ રાજેશભાઇ ઉર્ફે મહેશભાઇ દેવાભાઇ સારલા ઉ.વ.૩૦ રહે. રાયધ્રા તા.હળવદ, ગોંવિદભાઇ ગેલાભાઇ ચડાસણીયા ઉ.વ.૨૭ રહે. રાયધ્રા તા.હળવદ, માનસીંગભાઇ કાનજીભાઇ ચડાસણીયા ઉ.વ.૩૭ રહે.રાયધ્રા તા.હળવદ, શંકરભાઇ વાઘજીભાઇ દંતેસરીયા ઉ.વ.૨૬ રહે. રાયધ્રા તા.હળવદ, વિપુલભાઇ પ્રવિણભાઇ સેતાણીયા ઉ.વ.૨૦ રહે.રાયધ્રા તા.હળવદ, સંજયભાઇ નવઘણભાઇ દંતેસરીયા ઉ.વ.૨૫ રહે.રાયધ્રા તા.હળવદ, સાગરભાઇ રણછોડભાઇ નંદેસરીયા ઉ.વ.૨૬ રહે.રાયધ્રા તા.હળવદ, રમેશભાઇ ભનુભાઇ સિણોજીયા ઉ.વ.૪૦ રહે.રાયધ્રા તા.હળવદવાળાને રોકડ રકમ રૂ. ૧૮૭૦૦ નાં મુદ્દામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.