હળવદના સમલી ગામ નજીક ઈંગ્લીશ દારૂની 27 બોટલો ઝડપાય , આરોપી ફરાર
મોરબી: હળવદ તાલુકાના સમલી ગામથી આગળ વાંકડ ગામ તરફ જવાના રસ્તે નાલા પાસે ખારા નામની સીમમાંથી ઈંગ્લીશ દારૂની ૨૭ બોટલ ઝડપાઈ જ્યારે ખુલી જગ્યાનો લાભ ઉઠાવી આરોપી પોતાની કાર લઇ નાશી છુટતા હળવદ પોલીસ આરોપી વિરુદ્ધ ફરીયાદ નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ હળવદ પોલીસ પેટ્રોલિંગ દરમિયાન રેઇડ કરતા હળવદ તાલુકાના સમલી ગામથી આગળ વાંકડ ગામ તરફ જવાના રસ્તે નાલા પાસે ખારા નામની સીમમાંથી આરોપી પ્રતાપભાઈ જીલુભાઈ સોલંકી (રહે સુદંરી ભવાની. તા. હળવદ) ગેરકાયદેસર રીતે પોતાના હવાલાવાળી વાઈટ કલરની સ્વીફ્ટ કાર કિં.રૂ. ૨,૦૦,૦૦૦ વાળીમા ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨૭ કિં.રૂ. ૧૦,૧૨૫ મળી કુલ કિં.રૂ. ૨,૧૦,૧૨૫ ના મુદ્દામાલ પોતાના કબ્જામાં રાખી છુપાવવા જતો હોય ત્યારે રેઇડ દરમિયાન આરોપી પાસેથી ઇંગ્લીશ દારૂની ૨૭ બોટલ કબજે કરી હતી જ્યારે આરોપી ખુલ્લી જગ્યાનો લાભ ઉઠાવી પોતાની કાર લઇ નાશી છુટતા હળવદ પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી શોધખોળ હાથ ધરી છે.