હળવદના સાપકડા ગામે બે ભાઈ પર બે શખ્સોનો તલવાર વડે હુમલો
હળવદ: હળવદ તાલુકાના સાપકડા ગામે યુવક અને તેના ભાઈને એક શખ્સ સાથે મનદુઃખ ચાલતું હોય જેનો ખાર રાખી યુવક અને તેના ભાઈ પર બે શખ્સોએ તલવાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે આરોપી બંને શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતા પ્રકાશભાઇ હરીશભાઈ ઉર્ફે હરીભાઇ ચાવડા ઉ.વ.૨૬ વાળાએ આરોપી પ્રભુભાઈ મગનભાઇ ચાવડા તથા ભવાનભાઈ મગનભાઇ ચાવડા રહે બંને સાપકડા તા. હળવદ વાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૩૦-૦૬-૨૦૨૩ ના રોજ સવારના નવ વાગ્યાના સમયે આરોપી પ્રભુભાઇ મગનભાઇ ચાવડા સાથે ફરીયાદી તથા ફરીયાદીના ભાઇ ભાવેશભાઇને મનદુખ ચાલતુ હોય જેથી આરોપી પ્રભુભાઇએ વગર વાંકે ફરીયાદી અને તેનો ભાઈ મોટરસાયકલ લઈને જતા હતા ત્યારે છુટા પથ્થરનો ઘા કરી જતા રહેતા ફરીયાદી તથા તેનો ભાઈ આરોપીના ઘરે જતા આરોપી ભવાનભાઇએ ફરીયાદીને જમણા હાથના અંગુઠામાં તલવારનો ઘા મારી કાપી નાખી ગંભીર ઇજા પહોંચાડી અંગુઠામાં કાયમી ખોટ કરી તેમજ ભાવેશભાઇને આરોપી પ્રભુભાઇએ સણથાનો ઘા માથામાં મારી ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર પ્રકાશભાઇએ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.