હળવદના સાપકડા ગામે બે ભાઈઓ પર બે શખ્સોનો ધારીયા અને લોખંડના પાઈપ વડે હુમલો
હળવદ: હળવદ તાલુકાના સાપકડા ગામે બે ભાઈઓને બે શખ્સોએ કહેલ તમારી જમીન અમારી બાજુમાં છે ત્યાં આવીશ તો જાનથી મારી નાખશુ તેમ કહી ત્યારબાદ બંને ભાઈઓના ઘરે જઈ બંને ભાઈઓ પર બે શખ્સોએ ધારીયા અને લોખંડના પાઇપ વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતા પ્રભુભાઈ મગનભાઇ ચાવડા (ઉ.વ.૬૦)એ આરોપી પ્રકાશભાઇ હરીશભાઈ ઉર્ફે હરીભાઇ ચાવડા તથા ભાવેશભાઇ હરીશભાઈ ઉર્ફે હરીભાઇ ચાવડા રહે. બંને સાપકડા ગામ તા. હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૩૦-૦૬-૨૦૨૩ ના રોજ સવારના નવ વાગ્યાના સમયે આરોપી પ્રકાશભાઈ હરીશભાઈ ઉર્ફે હરીભાઈ ચાવડા તથા ભાવેશભાઇ હરીશભાઈ ઉર્ફે હરીભાઈ ચાવડા બંન્ને મોટર સાયકલ લઈ આવી ફરીયાદીને કહેલ કે તમારી જમીન અમારી બાજુમા આવેલ છે ત્યા આવીશ તો જાન થી મારી નાખીશુ તેમ કહી ત્યારબાદ ફરીયાદીના ઘરે જઈ પ્રકાશભાઈના હાથમા રહેલ ધારીયુ ભવાનભાઈના જમણા ખભા ઉપર મારી ફેક્ચર કરી તેમજ ભાવેશભાઈ પોતાના હાથમા રહેલ લોખંડની પાઈપ ફરીયાદીના જમણા ખભા ઉપર મારી ફેક્ચર કરી ઝપા ઝપી કરી ગાળૉ આપી ફરીયાદી તથા તેમના ભાઈ ભવાનભાઈને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ફરીયાદી તથા તેના ભાઈ ભવાનભાઈને શરીરે ઈજાઓ કરી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર પ્રભુભાઈએ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
