હળવદના સાપકડા ગામે યુવકને બે શખ્સોએ લાકડી વડે માર માર્યો
હળવદ: હળવદ તાલુકાના સાપકડા ગામે બે શખ્સો યુવકની વાડીએ આવીને યુવક સાથે ખર્ચીના પૈસા બાબતે બોલાચાલી કરી ગાળો આપી યુવકને લાકડી વડે માર માર્યો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે આરોપી બંને શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતા બળદેવભાઇ ઉર્ફે બીપીનભાઈ ચૌહાણ (ઉ.વ.૨૭) એ આરોપી સાગરભાઈ દીલીપભાઇ ઉર્ફે દિલાભાઈ મકવાણા, હસમુખ ઉર્ફે હકાભાઈ દીલીપભાઇ ઉર્ફે દિલાભાઈ મકવાણા રહે. બંને દીઘડીયા તા. હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૫-૦૭-૨૦૨૩ ના રોજ બપોરના બે વાગ્યાના સમયે આરોપીઓ ફરીયાદીની વાડીએ આવીને ફરીયાદી સાથે ખર્ચીના પૈસા બાબતે બોલાચાલી કરી ગાળો આપી આરોપી સાગરભાઈએ લાકડી વતી ફરીયાદીને ડાબા ગાલે કાન પાસે ઘા મારી ફેક્ચર કરી તથા આરોપી હસમુખએ લાકડી વતી ફરીયાદીને જમણી આંખ પાસે એક ઘા મારતા મુઢ ઇજા તેમજ બન્ને આરોપીઓએ લાકડી વડે ફરીયાદીને વાસાના ભાગે તથા પેટના ભાગે તથા જમણા હાથે કોણી પાસે મારી મુઢ ઇજા કરી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર બળદેવભાઈએ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી હસમુખ ઉર્ફે હકાભાઈ દીલીપભાઇ ઉર્ફે દિલાભાઈ મકવાણાની અટક કરી હતી. તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.