હળવદના સરંભડા ગામે યુવક પર ત્રણ શખ્સોનો છરી વડે હુમલો
હળવદ: હળવદ તાલુકાના સરંભડા ગામે યુવકને આરોપીએ કહેલ કે મારી કૌટુંબિક બહેન સાથે કેમ લફરું કરે છે તેમ કહી ત્રણેય આરોપીઓએ યુવકને ગાળો આપી ઢીકાપાટુનો મારમારી છરી વડે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સરંભડા ગામે રહેતા સંજયભાઇ ભરતભાઈ ડઢૈયા (ઉ.વ.૨૫) એ આરોપી અક્ષયભાઈ સુરેશભાઈ બાવળીયા, અનિલભાઈ ધીરૂભાઈ ઉધરેજા, રમણિકભાઈ જગાભાઈ બાવળીયા રહેવાસી તમામ સરંભડા તા.હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૧-૦૮-૨૦૨૩ ના રોજ ફરીયાદીને આરોપી અક્ષયભાઈએ કહેલ કે મારી કૌટુબિક બહેન સાથે કેમ લફરૂ કરે છે તેમ કહી ત્રણેય આરોપીઓએ ફરીયાદીને ગાળો આપી ઢીકાપાટુંનો માર મારી આરોપી અક્ષયભાઈએ છરી વતી પેટના ભાગે એક ઘા કરી ડાબી બાજુ તથા છાતીની ડાબી બાજુ એક ઘા કરી પાંસળીમા ફેકચર કરી તેમજ ગંભીર ઈજાઓ કરી તથા જમણા હાથના અંગુઠાએ ઈજાઓ કરી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર સંજયભાઈએ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.