હળવદના સુખપર કવાડીયા ગામ વચ્ચે રોડ ઉપર એસટી બસ ટ્રક પાછળ ઘુસી જતા મુસાફરો ઈજાગ્રસ્ત
હળવદ : હળવદ તાલુકાના સુખસર કવાડીયા ગામ વચ્ચે હાઈવે રોડ ઉપર ટ્રક પાછળ એસટી બસ ઘુસી જતા મુસાફરોને ગંભીર તથા સામાન્ય ઈજા પહોંચી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર આરોપી એસટી બસનાં ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના લિંબડી તાલુકાના કઠેચી ગામે રહેતા ઇશ્વરભાઇ રામસિંગભાઈ કાણોતરા (ઉ.વ.૪૫)એ આરોપી એસ.ટી.બસ નં -GJ-18-Z-8611 વાળી બસના ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૧૯-૦૫-૨૦૨૩ ના રોજ દિવસના સાડા દશેક વાગ્યાના અરસામાં આરોપી એસ.ટી. બસ નં- GJ-18-Z-8611 વાળી બસના ચાલક ડ્રાઇવરે પોતે પોતાના હવાલાવાળી એસ.ટી. બસ પુર ઝડપે અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે ભયજનક રીતે ચલાવી રોડ ઉપર આગળ ચાલ્યા જતા ટ્રકના પાછળના ભાગે ભટકાડી એક્ષીડંટ કરી ફરીને તથા બસમા બેસેલ સાહેદ મુસાફરોને ગંભીર તથા સામાન્ય ઇજા પહોચાડી હોવાની ભોગ બનનાર ઈશ્વરભાઈએ આરોપી એસટી બસનાં ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૨૭૯,૩૩૭,૩૩૮, તથા એમ.વી. એક્ટ કલમ -૧૭૭, ૧૮૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.