હળવદના રણછોડગઢ ગામમાં જુગાર રમતા પાંચ ઝડપાયા
હળવદ તાલુકાના રણછોડગઢ ગામની સીમમાં મામા દેવ મંદિરની સામે લીમડાના ઝાડ નીચે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન રણછોડગઢ ગામની સીમમાં મામા દેવ મંદિરની સામે લીમડાના ઝાડ નીચે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો શંકરભાઇ હીરાભાઇ ધામેચા (ઉ.વ ૬૦), રાયધનભાઇ તરશીભાઇ દઢૈયા (ઉ.વ ૩૫), વિષ્ણુભાઇ વિરમભાઇ દઢૈયા (ઉ.વ. ૨૦), શીવાભાઇ સુખાભાઇ સિણોજીયા (ઉ.વ ૩૫), સંજયભાઇ લાભુભાઇ સુરેલા (ઉ.વ ૨૯) રહે. ગામ રણછોડગઢ તા. હળવદવાળાને રોકડ રકમ રૂ. ૨૨૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.