હળવદના સુંદરગઢ ગામેથી થાર તથા બોલેરો ગાડીમાથી એક લાખનો દેશી દારૂનો જથ્થો ઝડપાયો
હળવદ તાલુકાના સુંદરગઢ ગામેથી મહિન્દ્રા થાર તથા બોલેરો પીકઅપ કારમાંથી ૫૦૦ લીટર દેશી દારૂ કિ.રૂ.૧,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧૫,૦૦,૦૦૦/- નો મુદામાલ હળવદ પોલીસે ઝડપી પાડયો છે.
હળવદ પોલીસ સ્ટેશનનો સર્વેેન્સ સ્ટાફ પ્રોહી અંગેના સફળ કેશો શોધી કાઢવા પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસને મળેલ બાતમીના આધારે હળવદ તાલુકાના સુંદરગઢ ગામે જાહેરમાં એક મહિન્દ્રા થાર તથા બોલેરો પીકઅપ ગાડીમાંથી ૫૦૦ લીટર દેશી દારૂ પકડી પાડી કાર સાથે કુલ કિ.રૂ.૧૫, ૦૦, ૦૦૦/- (પંદર લાખ) નો મુદામાલ કબ્જે કરી આરોપી અશ્વિન ઉર્ફે ભોપો ચંદુભાઇ ખાંભડીયા રહે ગામ સુંદરગઢ તા.હળવદ તથા અશ્વિન સાથેનો એક અજાણ્યો ઇસમ વિરુધ્ધમાં પ્રોહીબીશન એકટ મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.