Sunday, June 8, 2025

હળવદ નજીક સાધુના વેશમાં ખેડૂતના રૂપીયા જુટવી ગયેલ બે ઈસમો ઝડપાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ નજીક ઢવાણા ગામના પાટીયા પાસે એક ઇસમ સાધુના વેસમાં તથા સ્વીફ્ટ ચાલક એમ બંન્નેએ મળી ફરીયાદી ખેડુતના વેચાણના રૂપિયા ૧, ૨૨,૦૦૦/-જુટવી લઇ ગયેલ બંન્ને ઇસમોને સ્વીફ્ટ કાર તથા રોકડા રૂપીયા સાથે મોરબી એલ.સી.બી. / પેરોલફલો સ્કવોડની ટીમે ઝડપી પાડયાં છે.

ગઇ તા. ૦૩ જુનના રોજ ફરીયાદી પોતાની ખેતીની ઉપજના રૂપિયા પોતાના મોટર સાયકલ લઇ હળવદથી જીવા ગામ તરફ જતા ઢવાણા ગામના પાટીયા પાસે એક કાળા જેવા કલરની સ્વીફ્ટ કારમાં એક ઇસમ સાધુ જેવા વેશમાં બેસી તથા બીજો ઇસમ કાર ચલાવી આવી ફરીયાદીને મોટર સાયકલ રોકવા ઇસારો કરતા ફરીયાદીએ પોતાનું મોટર સાયકલ ઉભુ રાખતા તેને શીવ મંદિર બાબતે પુછી ફરીયાદીને કહેલ કે તમો ભાગ્યશાળી છો તમને આવા સાધુના દર્શન થયેલ છે તેમ કહેતા ફરીયાદી તેની પાસે જતા ફરીયાદી પાસે પાકીટમાં રહેલ રૂપિયા તથા તલ વેચાણના રૂપિયા એમ મળી કુલ રૂપિયા ૧,૨૨,૦૦૦/- ની ફરીયાદી પાસેથી બળજબરીથી જુટવી બંન્ને આરોપીઓએ એકબીજાએ મદદગારી કરી લઈ નાશી ગયા હોય જે બાબતે હળવદ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો હોય.

જેથી આરોપીઓએને ઝડપી પાડવા મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડની ટીમો બનાવી તપાસ હાથ ધરી સી.સી. ટીવી ચેક કરતા પોલીસને સંયુક્તમા બાતમી મળેલ કે સાધુ જેવો માણસ તથા એક કાર ચાલક બંન્ને પાસેની કાર હતી તે ગ્રે કલરની સ્વીફ્ટ કાર છે. અને તે બંન્ને માણસો વાંકાનેર ભોજપરા વિસ્તારના વાદી છે જેમાં એકનુ નામ ધારુનાથ તથા બીજાનુ નામ બહાદુરનાથ છે તે બંન્ને કાર તથા રોકડા રૂપિયા સાથે હાલમાં રાતાભેરથી માથક જવાના રસ્તાએ હોવાની ખાનગી માહિતી મળેલ હોય જે અન્વયે તપાસ કરતા બાતમીવાળી જગ્યાએથી આ ગુન્હામાં ઉપયોગ કરેલ સ્વીફ્ટ કાર રજી.નં.GJ-36AJ 6957 વાળી તથા બંન્ને ઇસમો બહાદુરનાથ સુરમનાથ અટક પરમાર (ઉ.વ.૩૦) રહેવાસી ભોજપરા વાદીપરા વાંકાનેર તા.વાંકાનેર તથા ધારૂનાથ જવેરીનાથ અટક સોલંકી (ઉ.વ.૩૫) રહેવાસી ભોજપરા વાદીપરા વાંકાનેરવાળા મળી આવતા પુછપરછ કરતા પોતે બન્ને આ ગુનાની કબૂલાત આપતા બંન્ને કુલ રોકડા રૂપીયા ૧,૨૦,૦૦૦/- તથા ગુનામાં વપરાયેલ સ્વીફ્ટ કાર કિ.રૂ. ૪,૦૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૫,૨૦,૦૦૦/- ના મુદામાલ સાથે હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે હળવદ પોલીસ સ્ટેશન તરફ સોંપવામાં આવેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર