Monday, January 5, 2026

હળવદ રોડ ઉપર આવેલ એકોર્ડ વિટ્રોફાઇડ સિરામિક ટીમ દ્વારા બીજી વખત મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: હળવદ રોડ ઉપર આવેલ એકોર્ડ વિટ્રોફાઇડ સિરામિકના માલિક નરભેરામભાઈ પટેલ ( પૂર્વ પ્રમુખ સિરામિક એસોસિએશન) તથા તેમના પુત્ર સાગરભાઈ પટેલ અને અમિતભાઈ, જયભાઈ, વૈભવભાઈ, વિરલભાઈ, નીરવભાઈ,હર્ષભાઈ તથા તેમજ એકોર્ડ વિટ્રોફાઇડ સિરામિકની ટીમ દ્વારા બીજી વખત મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બ્લડ ડોનેશન કેમ્પમા મોરબી સિવિલ હોસ્પિટલની બ્લડ બેંક તેમજ અમદાવાદ થી સર્વોદય ચેરિટેબલ ટ્રસ્ટ બ્લડ સેન્ટર દ્વારા રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું ૩૧૦ જેટલા રકતદાતાઓેએ રક્તદાન કરેલ તેમના આ કાર્યને મોરબી સિરામિક પરિવાર તરફથી બિરદાવવામાં આવ્યા હતા. મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કરી પરિવાર ભાવના અને માનવતાનુ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર