Wednesday, May 28, 2025

હળવદના કેદારીયા ગામેથી વિદેશી દારૂની 36 બોટલો સાથે એક ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ તાલુકાના કેદારીયા ગામની સીમમાં શ્રાવણબજાર નામે ઓળખાતી સીમમાંથી આરોપીએ પોતાની વાડી રાખેલ વિદેશી દારૂની ૩૬ બોટલ સાથે એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ સ્ટાફને સંયુકતમા ખાનગી રાહે મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા હળવદ તાલુકાના કેદારીયા ગામની સીમમાં શ્રાવણબજાર નામે ઓળખાતી સીમમાં આરોપીએ પોતાના કબ્જા ભોગવટા વાળા એકટીવા રજીસ્ટર નંબર -જીજે-૩૬-એએન-૫૨૧૬ વાળામા તથા પોતાના કબ્જા ભોગવટા વાળી વાડીમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૩૬ કિં રૂ. ૪૦,૨૦૦ તથા એકટીવા કિં રૂ. ૪૦,૦૦૦ મળી કુલ કિં રૂ. ૮૦૨૦૦ નાં મુદામાલ સાથે આરોપી મહેશભાઇ ભીખાભાઈ જીંજુવાડીયા (ઉ.વ.૨૯) રહે. કેદારીયા ગામ તા. હળવદવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ શક્તિભાઈ રાજુભાઇ ગોહિલ રહે. માથક ગામ તા. હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર