હળવદના ટીકર ગામે શરીરે દાઝી જતા વૃદ્ધાનુ મોત
હળવદ તાલુકાના ટીકર ગામે દેવજીભાઈ મનજીભાઈ પરમાર ના ઘરે 70 વર્ષીય વૃદ્ધા દિવાબત્તી કરતા હોય તે વેડાએ શરીરે આગ લાગી દાઝી જતા વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ટીકર ગામે રહેતા રુબીબેન મનજીભાઈ પરમાર (ઉ.વ.૭૦). નામના વૃદ્ધ મહિલા ઘરે માતાજીના મંદિરમાં દિવાબતી કરતા હોય ત્યારે અચાનક દિવાના આગથી પોતાના શરીરે પહેરેલ સાડીમાં તથા શિયાળાના કારણે મોઢે બાંધેલ રૂમાલમાં આગ લાગી જતા આખા શરીરને જતા વૃદ્ધા નું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.