હળવદ પી આઈ R T વ્યાસે બેસ્ટ પોલીસ સ્ટેશનનો એવોર્ડ મેળવ્યો કે ખરીદ્યો સૌથી મોટો પ્રશ્ન…?
DGP/IGP કોન્ફરન્સમા રાજ્યના તમામ પોલીસ સ્ટેશનના મૂલ્યાંકનની કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો જે અંતર્ગત વર્ષ ૨૦૨૫ના પ્રથમ છ માસની મૂલ્યાંકન ની કામગીરી ઓગસ્ટ મહિનામાં કરવામાં આવી જેમાં હળવદ પોલીસ સ્ટેશન ને પ્રથમ સ્થાન મળ્યું હતું અને હળવદના પી આઈ આર ટી વ્યાસ ને સન્માન પત્ર આપી વિશેષ માન આપવામાં આવ્યું હતું.
હવે જોવા જઈએ તો હળવદ પી આઈ આર ટી વ્યાસ અઠવાડિયાં મા ચાર દિવસ જ હળવદ રહી ને ફરજ બજાવે છે.તેવો રાજકોટ થી અપ ડાઉન કરે છે અને પોતાના માનિતા અધિકારી દ્વારા ખાનગી કંપનીના મેનેજર ની જેમ પોલીસ સ્ટેશન ચલાવે છે, વિરાટ કોહલી ગ્રાઉન્ડમાં ઊભા રહી સેંચુરી ફટકારે અને “મેન ઓફ ધ મેચ” થાય પરંતુ પી આઈ વ્યાસ રાજકોટ રહી મેદાનમાં ઉતરાવ્યા વિના જ એવોર્ડ લઈ લીધો જો લાસ્ટ ૧ વર્ષ નું નાઈટ લોકેશન કાઢવામાં આવે તો મળેલ એવોર્ડ ઉપર અનેક સવાલો ઊભા થાય એમ છે
બેસ્ટ પોલીસ સ્ટેશન ના છેલ્લાં એક મહિનાની કામગીરી જોઈ તો હળવદમાં બૂટલેગરો જ પોલીસ તરફ થી તોડ કરી કોપર ના ભાવ સોના કરતા મોંઘા કરી નાખ્યા છે
હળવદ ની મેઇન બજારમાં બે ગેંગ દ્વારા ફિલ્મી દૃશ્ય ને શરમાવે અને ભય પમાડે એવા ગેંગવોર માં પોલીસે ફરિયાદી બનવાની જગ્યાએ બન્ને પક્ષે અરજી લઈ ને સમાધાન કરાવી નાખ્યું
હળવદમાં હમણાં જ બનેલા નવનીત આદ્રોજા નામના પટેલ યુવાન ના આપઘાત કાંડમાં સુસાઇડ નોટ હોવા છતાં આજે પાંચ દિવસ થવા છતાં ફરિયાદ દાખલ કરાઈ નથી ” સુસાઇડ નોટ એ દુઃખી હૈયા નો દસ્તાવેજ છે”
ખેડૂતો ના ખેતરમાં વીજપોલ ની કામગીરીમાં પાવરગ્રિડ કંપની પાસે થી ખાનગી ગાડીઓ અને સવલતો મેળવી ઊભા પાકને નુકશાન થાય એવી કામગીરી કરી છે તેવા આક્ષેપો થઈ રહ્યા છે.
હળવદ માં આવેલી બ્રહ્માણી નદી ના પટમાં આવેલી ૪૦૦ કરોડ થી વધુની રેતી અને માટી ખનીજ માફિયા ખાઇ ગયા જેના મયુરનગર, મિયાણી, ટીકર જેવા અનેક ગામડાઓ ના આવેદનમાં પોલીસની મિલીભગતમાં આક્ષેપો ધૂળ ખાય છે અને લૂખ્ખા ખનીજ માફિયા પોલીસના હપ્તા જોરે ગામલોકોને ધમકી આપ્યાના અનેક બનાવો જગજાહેર છે.
ભૂતકાળમાં રાજકોટ ફરજ બજાવતા આર ટી વ્યાસ ને રાજકોટ શહેર કમિશ્નર દ્વારા ડિયો કરેલ અને હળવદના એક રાજકિય આકા ના ઈશારે મોરબી LCB નું પદ મેળવી લીધું, તેમ છતાં પણ બેસ્ટ પોલીસ સ્ટેશન નો એવોર્ડ આવતો હોય જેના પર અનેક સવાલો ઊભા થાય છે જો હળવદ ને બેસ્ટ પોલીસ સ્ટેશન માનવા માં આવતું હોય તો એ પર થી અનુમાન લગાવી શકાય કે રાજ્ય મા કાયદો વ્યવસ્થા ની હાલત કેવી હશે.
રાજ્ય પોલીસ વડાએ ખરેખર દરેક પોલીસ અધિકારી પી આઈ આર ટી વ્યાસ પાસે થી કઈ શીખ મેળવે કે ગેર હજાર રહી ને પણ એવોર્ડ મેળવી શકાય એના માટે સેમિનાર ગોઠવવાં જોઈએ.
હાલ મોરબી જિલ્લામાં એક સિન્ડિકેટ ચાલે છે જેમાં એક dysp અને એક પી આઈ જિલ્લો ચલાવે છે જેમાં પ્રમાણિક અને બાહોશ અધિકારીને મંડળી રચી કદ પ્રમાણે વેતરી નાખવામાં આવે છે અને એના માનિતા પીપેટ અધિકારીઓ ને થાણા અધિકારી બનાવી દેવાઇ છે અને આ પરંપરા હજી પણ યથાવત છે