હળવદના રાતાભેર ગામેથી ત્રણ ભેંસ અને એક પાડીની ચોરી; ગુન્હો દાખલ
હળવદ તાલુકામાં ફરી પશુ ચોરતી ગેંગ સક્રિય થઈ છે ત્યારે હળવદ તાલુકાના રાતાભખર ગામની સીમમાંથી કોઈ અજાણ્યા ચોર ઈસમ ત્રણ ભેંસ અને એક પાડીની ચોરી કરી લઇ ગયા હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રાતાભેર ગામે રહેતા અને ખેતી કરતા મુકેશભાઈ હેમુભાઈ ઇન્દરીયા (ઉ.વ.૩૭) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે કોઇ અજાણ્યા ચોર ઈસમ દ્રારા ફરીયાદીએ વાડીએ બાંધેલ ભેંસ નંગ-૧ જેની કિ.રૂ ૩૦,૦૦૦/- ગણી શકાય તે તેમજ પાડી નંગ-૧ જેની કિ.રૂ ૧૦,૦૦૦/- તેમજ સાથી અરજણભાઇની વાડીએથી ભેંસ નંગ-૧ જેની કિ.રૂ ૩૦,૦૦૦/- તેમજ સાથી વાઘજીભાઇની વાડીએથી ભેંસ નંગ-૧ જેની કિ.રૂ ૩૦,૦૦૦/- ગણી શકાય એમ કુલ ત્રણ ભેંસો તથા એક પાડી જેની કુલ કિ.રૂ ૧,૦૦,૦૦૦/- ગણી શકાય તે ચોરી કરી લઇ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.