હળવદમાં ગૌમાંસનો ખોરાક તરીકે ઉપયોગમાં લેવા માંસની હેરાફેરી કરનાર આઠ શખ્સો વિરુદ્ધ ફરિયાદ
હળવદ નજીક આવેલ જીઆઇડીસીમા રોશન કેર મીઠાની કંપનીમાં મજુર ક્વોટર્સમાં ગૌમાસનો ખોરાક તરીકે ઉપયોગમાં લેવા કાપી ગૌમાસની હેરાફેરી કરનાર આઠ શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે.
મળતી માહિતી મુજબ હળવદ શહેરમાં શિવ બંગ્લોઝમાં રહેતા કિરણકુમાર રજનીકાંત પંડ્યા (ઉ.વ.૪૦) એ આરોપી અલીમ ફકીરશા આમીનનસીર ખાન સૈયદયુનુસ અલી, સુલતાનઅલી સૈયદ, સલમાબેન રાજઅલી, રૂક્ષાર આમીન, અનિશા નયદરસીદ સૈયદ, રહે. બધા હળવદ જીઆઇડીસીની રોશની કેમ નામના મીઠાના કારખાનાના મજૂર કોટર્સમાં તથા ઈકબાલ જમાલભાઈ ખાટકી રહે ધાંગધ્રા જી. સુરેન્દ્રનગર, યાસીનભાઈ રહીમભાઈ ઘાંચી રહે હળવદ વાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓએ કાયદાથી પ્રતિબંધિત ગૌવંશનું માંસ ખોરાક તરીકે ઉપયોગમાં લેવા કાપી માંસની હેરાફેરી કરી મંગાવી વાસણોમાં બાફી રાંધી આરોપી યાસીનભાઈ ના કબજા વાળા રૂમ તથા ધાબા ઉપર ગૌમાંસ તથા તેના અવશેષો રાખવાની સુવિધા પૂરી પાડી હોય જેથી તમામ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સહિતાની કલમ -૩૬૫,૬૧(૨), ધી ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમની કલમ ૫(૧)(એ)(બી),૬-બી(૧)(૨),૮(૧)(૨)(૪) તથા ધી પ્રાણી કૃતા નિવારણ અધિનિયમની કલમ-૧૧(૧)(એલ) મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.