હળવદના અજીતગઢ ગામની સીમમાં ઈલેક્ટ્રીક શોક મહિલાનું મોત
હળવદ તાલુકાના અજીતગઢ ગામની સીમમાં આવેલ રજનીભાઇ પ્રેમજીભાઈ અગોલાની નેરી તરીકે ઓળખાતી વાડીએ ઈલેક્ટ્રીક શોક લાગતા મહિલાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ દાહોદ જિલ્લાના વતની અને હાલ હળવદ તાલુકાના અજીતગઢ ગામની સીમમાં આવેલ રજનીભાઇ પ્રેમજીભાઈ અગોલાની વાડીએ રહેતા કિર્તીદાબેન સામંતભાઇ ઉર્ફે અશ્ર્વીનભાઇ ચૌહાણ (ઉ.વ.૨૦) નામની મહિલાને અજીતગઢ ગામની સીમમા આવેલ રજનીભાઇ પટેલની નેરી સીમ તરીકે ઓળખાતી વાડીએ ઇલેકટ્રીક ટી.સી પાસે અકસ્માતે ઇલેકટ્રીક શોટ લાગતા મહિલાનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.