Friday, November 7, 2025

હળવદના ભલગામડા ગામે રેતી નાખવા બાબતે આધેડને ત્રણ શખ્સોએ મારમાર્યો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ તાલુકાના ભલગામડા ગામની સીમમાં આવેલ બુટ ભવાની માતાજીના મંદિર જવાના પાટીયા પાસે આવેલ ચોકડી ઉપર ત્રણ શખ્સો બોલેરો ગાડીમાં આવી આધેડને કહેલ ભલગામડા ગામમાં આવેલ ૨૨૦ કે.વી. સબસ્ટેશન બનતું જેમા તમે કેમ અમારી રેતી નાખવા નથી દેતા તેમ કહી આધેડને ત્રણ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ભલગામડા ગામે રહેતા રઘુભાઈ બનેસંગભાઈ ભાટિયા (ઉ.વ.૪૬) એ આરોપી સામતભાઇ રામજીભાઇ ઝાપડા રહે-હળવદ પોલીસ લાઇન પાછળ તા-હળવદ, જીગ્નેશસિંહ સુખદેવસિંહ ઝાલા તથા હરદિપસિંહ સુખદેવસિંહ ઝાલા રહે બંને સાપકડા તા-હળવદ વાળા વિરુદ્ધ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ત્રણેય આરોપીએ પોતાની બોલેરો કેમ્પરમા આવી ફરીયાદીને કે ભલગામડા ગામમા આવેલ ૨૨૦ કે.વી સબસ્ટેશન બનતુ હોય જેમા તમે કેમ અમારી રેતી નાખવા નથી દેતા તેમ કહી એકદમ ઉશ્કેરાઇ જઇ આ ત્રણેય જણાએ ફરીયાદીને ઢીકાપાટુનો માર મારી ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર