હળવદ:- ગાંજાના જથ્થા સાથે એક ઈસમ ને પકડી પાડતી એસ.ઓ.જી.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એસઓજી ની ટીમ મે ખાનગી રહે કે હળવદ શહેરના વાલાભાઈ પોપટભાઈ બાંભવા રહે કુંભારપરા, ખોડીયાર માતાજીના મંદિર પાસે, હળવદ વાળા પાસે માદક પદાર્થ હોય ત્યારે એસઓજી દ્વારા તેની અટકયાત કરવામાં આવી હતી તેમની પાસેથી ગાંજાનો જથ્થો 280 ગ્રામ કિંમત રૂપિયા 2800/-, મોબાઈલ નંગ એક કિંમત રૂપિયા 5000/-, રોકડ રકમ ૭૫૦/-, તેમજ એક બ્રેઝા કાર કિંમત રૂપિયા ૧૦,૦૦,૦૦૦/- મળી કુલ કિંમત રૂપિયા ૧૦,૦૮,૫૫૦/- ના મુદ્દા માલ સાથે પકડી પાડવામાં આવ્યો છે તેમજ હળવદ પોલીસ મથક ખાતે NDPS અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.