હળવદ: લુંટની ખોટી માહિતી આપી પોલીસને ગુમરાહ કરતા પાંચ ઈસમો વિરૂદ્ધ ગુન્હો દાખલ
૧૧૨ જન રક્ષકને લુટ થયેલ હોવાની ખોટી માહીતી આપી પોલીસને ગુમરાહ કરી ગેરમાર્ગે દોરતા ઈસમો વિરૂધ્ધ ગુનો દાખલ કરી હળવદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ તાલુકાના દેવળીયા ગામ પાસે ફાઉન્ટન હોટલ પાસે લુટનો બનાવ બનેલ છે તેવી માહિતી જન રક્ષક ૧૧૨ ને મળતા કોલરને હળવદ પોલીસ સ્ટેશન ખાતે લાવતા કોલરની યુક્તિ પ્રયુક્તિ થી સઘન પુછપરછ કરતા જણાવેલ કે પોતાની સાથે કોઇ લુટનો બનાવ બનેલ નથી પરંતુ પોતાના હવાલાવાળી ટ્રકના કાચમાં અજાણ્યા ઇસમોએ પથ્થરના ઘા મારી નુકશાની કરેલ હોય અને પોતાને મુંઢ માર મારેલ હોય જેથી ટ્રકના માલિકને ફોન કરેલ જેથી ટ્રકના માલિકોએ માળીયાના ટ્રાન્સપોર્ટરો મારફતે આ કોલરને ફોનમાં કહેલ કે તુ ૧૧૨ નંબર ઉપર ફોન કરીને કહી દે કે મારી સાથે રૂપીયા-૨,૦૦,૦૦૦/- ની લુટ થયેલ છે અને મને માર મારેલ છે જેથી ૧૧૨ મા આ કોલરે પોલીસ મદદ માટે ફોન કરેલ અને જણાવેલ કે કોઇ અજાણ્યા ઇસમોએ મારી ગાડીમાં નુકશાન કરી મારી પાસે રૂપીયા-૨,૦૦,૦૦૦/- ની લુટ કરેલ છે અને મને માર મારેલ છે તેવી ખોટી માહીતી આપેલ હોય જેથી કોલર તેમજ તેની સાથે ઈસમો સુરેશભાઇ સરજુભાઇ આહિર રહે.હાલ અમદાવાદ મુળ રહે.માનગઝ તા.જી.બલીયા (ઉત્તરપ્રદેશ), બજરંગ ટ્રાન્સપોર્ટ વાળા રાજાભાઇ ઉર્ફે જયેશભાઇ અશોકભાઇ અગ્રવાલ રહે અમદાવાદ, નીલેશભાઇ અગ્રવાલ રહે.અમદાવાદ, ઇરફાન ટ્રાન્સપોર્ટ વાળા હૈદરભાઇ મોવર રહે માળીયા (મીં) તથા અબ્દુલભાઇ ભટ્ટી રહે.માળીયા (મીં)વાળા વિરુધ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે.
