હળવદ માળિયા હાઈવે રોડ પર ટ્રક પાછળ ટ્રક ઘૂસી જતાં એકનું મોત
હળવદ માળિયા હાઈવે રોડ ઉપર નવા દેવળીયા ગામના પાટીયાથી અડધો પોણો કિલોમીટર દૂર હાઈવે રોડ ઉપર ટ્રક બંધ પડી જતા આરોપીએ ટ્રક રોડ પર રાખેલ હોય અને રાતના સમયે ટ્રક પાછળ કોઈ આડશ ન કરતા ગાંધીધામ ગીતાજંલી ટ્રાન્સપોર્ટની ટ્રક પાછળ ભટકતા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું જેથી મૃતકના કાકાએ આ બનાવ અંગે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના વતની અને હાલ કચ્છ ગાંધીધામ ગીતાજંલી ટ્રાન્સપોર્ટ અંજાર હાઈવે પર રહેતા અને ડ્રાઈવિંગ કરતા અર્જુનસિંહ નારાયણસિંહ રાવત (ઉ.વ.૩૪) એ આરોપી ટ્રક રજીસ્ટર નંબર- આર.જે- ૪૮-જી.એ.- ૦૫૩૩ ના ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ટ્રક ચાલક આરોપીએ પોતાના હવાલાવાળી ટ્રક રજીસ્ટર નંબર-RJ-48-GA-0533 વાળી રોડ ઉપર બંધ પડી ગયેલ હોવા છતા રાતના સમયે ટ્રકની પાછળની સાઇડ સીગ્નલ તેમજ કોઇ રીફલેકટર કે આડશ ન કરતા ટ્રકના પાછળના ઠાઠામા ફરીયાદિના કુટુબી ભત્રીજાએ ગાંધીધામ ગીતાજંલી ટ્રાન્સપોર્ટની ટ્રક રજીસ્ટર નંબર- GJ-03-BV -6618 વાળી ભટકાડતા ટ્રકના આગળના મોરાનુ કેબીન ચુદાઇ જતા ફરીયાદિના કુટુબી ભત્રીજાને માથાના ભાગે ગંભીર ઇજા થતા સ્થળ ઉપર જ મૃત્યુ પામેલ હોય અને આગળ બંધ પડેલ ટ્રક ચાલક આરોપી પોતાના હવાલાવાળી ટ્રક સ્થળ ઉપર મુકી નાશી ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.