હળવદ મોરબી ચોકડી પાસે ઉછીના પૈસા પરત આપવા બોલવી મહિલા પર ચાર શખ્સોનો હુમલો
હળવદમાં રહેતા અને નોકરી કરતી મહિલા પાસેથી એક શખ્સે ઉછીના પૈસા લઈ પરત દેવા માટે હળવદ મોરબી ચોકડી પાસે બોલાવી મહિલાને પૈસા પછા નહીં આપી ચાર શખ્સોએ જાપટ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબી હળવદ રોડ ઉપર આવેલ પાર્થ હોટલમાં રહેતા અને પ્રાઈવેટ નોકરી કરતા રૂકસારબેન ગોરવભાઈ મનોર (ઉ.વ.૩૦) એ આરોપી મુમાભાઈ ઉર્ફે રાધુ મુમાભાઈ ઉર્ફે રાધે હીરાભાઈ રાતડીયા રહે. કડીયાણા તથા અન્ય અજાણ્યા ત્રણ શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ ફરી પાસે થી પૈસા ઉછીના લઇ પરત દેવા માટે હળવદ મોરબી ચોકડી પાસે બોલાવી ફરીયાદીને ઉછીના પૈસા પાછા નહી આપી ફરીયાદીને ગાળો આપી જાપટ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ આરોપીસાથે આવેલ બીજા અજાણ્યા ત્રણ મિત્રએ ફરીયાદીને ગાળો આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.