હળવદના સુંદરીભવાની ગામે નજીવી બાબતે યુવકને ચાર શખ્સોએ લાકડી વડે ફટકાર્યો
હળવદ તાલુકાના સુંદરીભવાની ગામે યુવક મોટરસાયકલ લઈને જતા હોય ત્યારે એક શખ્સને બાઈક અડી જતાં યુવક સાથે બોલાચાલી કરતા હોય ત્યારે અન્ય ત્રણ શખ્સો આવી ચારેય આરોપીઓએ મળી યુવકને ગાળો આપી લાકડીઓથી માર માર્યો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સુંદરીભવાની ગામે રહેતા મેહુલભાઈ રસીકભાઇ સરવૈયા (ઉ.વ.૨૬) એ આરોપી જીવાભાઇ રમુભાઇ ભરવાડ, પીન્ટુભાઇ સીણાભાઇ, શંકરભાઇ પોપટભાઇ, જયેશભાઇ ગોકાભાઇ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી મોટરસાયકલ લઇને જતા હોય ત્યારે આરોપી જીવાભાઈને મોટરસાયકલ અડી જતા ફરીયાદી સાથે બોલાચાલી કરતા હોય ત્યારે અન્ય આરોપીઓ લાકડીઓ લઇને આવી ચારેય આરોપીઓએ ફરીયાદીને ભુડાબોલી ગાળો આપી ઢીકા પાટુનો મારમારી પોતાની પાસે રહેલ લાકડીઓથી આડેધડ માર માર ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.