Sunday, August 3, 2025

હળવદ તાલુકામાં રાજકીય ભુકંપ: ભાજપ અને કોંગ્રેસને અલવિદા કહીને આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ તાલુકાના ચૂપણી ગામે આજે મહત્વપૂર્ણ રાજકીય પરિવર્તન જોવા મળ્યું. ગામના આગેવાનોએ તેમજ સ્થાનિક સમર્થકોએ ભાજપ અને કોંગ્રેસથી નારાજી વ્યક્ત કરીને આમ આદમી પાર્ટી સાથે જોડાવાનો નિર્ણાયક પગથિયા ભર્યા.

જેઓ પાર્ટી સાથે જોડાયા તેમાં મુખ્યરૂપે નીચેના આગેવાનોનો સમાવેશ થાય છે:

રાયમલભાઈ કલાભાઈ, નેતાભાઈ બુટાભાઈ, કારાભાઈ, દિગુભા નરૂભા, ભીમાભાઈ ગોવિંદભાઈ, કાનાભાઈ સુખાભાઈ, ભેમાભાઈ ધુળાભાઈ, ગોપાલભાઈ પોલાભાઈ, બાબુભાઈ કેશાભાઈ, લાખાભાઈ જસાભાઈ, મુકેશભાઈ ભલાભાઇ, દાજીભાઈ ઝાલાભાઈ સહિતના અનેક અગ્રણીઓએ પાર્ટીનો ખેસ ધારણ કર્યો.

આ પ્રસંગે ગામના લોકો સમક્ષ આમ આદમી પાર્ટીની સફાઈયુક્ત અને જનકલ્યાણકામી વિચારધારા રજૂ કરવામાં આવી. કાર્યક્રમ અંતે ગામજનો દ્વારા ઇમાનદારી અને લોકહિત માટેની રાજકારણ પદ્ધતિ અપનાવવાના શપથ પણ લેવડાવવામાં આવ્યા.

આ કાર્યક્રમમાં પાર્ટીના અગ્રણીઓએ વિશેષ ઉપસ્થિતિ આપી હતી, જેમાં: પંકજ રાણસરિયા (મોરબી જિલ્લા પ્રભારી) મહાદેવ પટેલ (મોરબી જિલ્લા પ્રમુખ) ચંદુભાઈ મોરી (હળવદ તાલુકા પ્રમુખ)કમલેશભાઈ દઢાણિયા (ધાંગધ્રા સહ વિધાનસભા પ્રભારી) જયરાજસિંહ જાડેજા (મોરબી જિલ્લા કિસાન સેલ પ્રમુખ) દેવરાજભાઈ ઠાકોર (હળવદ તાલુકા યુવા પ્રમુખ) લક્ષ્મણભાઈ ઠાકોર તથા આમ આદમી પાર્ટી હળવદ ટીમ ઉપસ્થિત રહી હતી.

આ યોજનાએ તાલુકામાં રાજકીય ઉર્જાને નવી દિશા આપતાં સ્થિર અને સુશાસન આધારિત રાજકારણની ચળવળને સશક્ત બનાવવાનો સંકેત આપ્યો છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર