હળવદ: જી.સી.ઈ.આર. ટી.ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટના માર્ગદર્શન હેઠળ બી.આર.સી.ભવન હળવદ દ્વારા તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024-25ની હળવદ પે.સે.શાળા નંબર 4 ખાતે હર્ષભેર ઉજવણી કરવામાં આવી.
ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી ના મુખ્ય વિષય અન્વયે હળવદની વિવિધ પ્રાથમિક શાળાઓમાંથી 94 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈને 47 જેટલી કૃતિઓ રજૂ કરી હતી. બધા જ બાળ વૈજ્ઞાનિકો તેમજ માર્ગદર્શક શિક્ષકોને પ્રોત્સાહક પુરષ્કાર અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે ડાયેટ માંથી વિજયભાઈ સુરેલીયા અને ડૉ. હમીરભાઇ કાતડ , કે.નિ. સુનિલભાઈ મકવાણા તથા હળવદ તાલુકાના વિવિધ પ્રાથમિક શિક્ષક સંઘોના પ્રતિનિધિઓની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. સમગ્ર પ્રદર્શનનું આયોજન હળવદ બી.આર.સી. કો. ઓર્ડીનેટર મિલનકુમાર કે. પટેલ સાહેબ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
મોરબી તાલુકાના બેલા ગામ પાસે શંભુ હોમ ડેકોર નજીક રોડ ઉપર આશરે ૨૫ થી ૩૦ વર્ષીય અજાણ્યા યુવકે અજાણ્યા રીક્ષામાંથી કુદકો મારી રોડ પર પટકાતા માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા અજાણ્યા યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
આમ આદમી પાર્ટી જિલ્લા ટીમ દ્વારા તાજેતરમાં પાંજરાપોળ પાસે કરવામાં આવેલ વૃક્ષારોપણની જગ્યાનું નામ મોરબીના ધારાસભ્ય દ્વારા નમો વન આપવામાં આવ્યું છે જેનું નામ મોરબીના ઇતિહાસ પર થી અથવા કોઈ ક્રાંતિકારી વિચાર પરથી રાખવામાં આવે એવા વિરોધ સાથે કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું.
કારણ કે એ જગ્યા રાજવી પરિવારોએ સંપાદનમાં...