આ અંગે મળતી માહિતી મુજબ હળવદ ટાઉન વિસ્તારના શ્રીજી હોસ્પીટલની સામે રોડ પર ટ્રેઇલર નંબર આર.જે.-૩૬-જી.એ.-૫૩૪૯ ચાલક ગફલત ભરી રીતે ચલાવતો હોઈ ત્યારે રોડ પર બાઈક લઈને જતા વિક્રમભાઇ લાભુભાઇ બહાપીયા ઉ.વ.૨૨ વાળાને હડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચાડી હતી હતી. ત્યારે બાઈક ચાલકનું મોત નિપજ્યું હતું. ત્યારે આ અંગે હળવદ પોલીસ મથકમાં ટ્રેઇલર ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાઈ છે.
