Tuesday, May 13, 2025

હળવદ વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરી લઈ જનાર આરોપીને હળવદ પોલીસે ઝડપી પાડયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદ પોલીસ સ્ટેશન ખાતેના વિસ્તારમાંથી સગીયવયની બાળકિશોર બાળાનુ અપહરણ કરી લઈ જનાર આરોપીને હળવદ પોલીસે ઝડપી પાડયો છે.

આરોપી વિશાલ અજીતભાઈ કોળી રહે.ઈન્દ્રીરાનગર મોરબી વાળો ફરીયાદીની સગીરવયની દિકરીને આરોપી વિશાલ બદકામ કરવાના ઈરાદાથી લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફોસલાવી ફરીયાદીના કાયદેસરના વાલી પણામાંથી અપહરણ કરી લઈ ગયેલ જેથી ફરીયાદીએ તા.૧૨/૦૬/૨૦૨૩ ના રોજ હળવદ પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિરૂધ્ધમાં ફરીયાદ દાખલ કરવામાં આવેલ હતી.

ફરીયાદીની સગીરવયની દિકરીને છેલ્લા દોઢેક મહિના પહેલા આરોપી અપહરણ કરી લઈ ગયેલ હોય જેથી હળવદ પોલીસ સ્ટેશન ખાતેથી આરોપીની શોધખોળ સારૂ અલગ અલગ ટીમો બનાવીને તેમજ ટેકનિકલ સોસ મારફતે તપાસ કરવામાં આવેલ અને આરોપી ચીત્રોડી ગામની સીમમાં હોવાની ખાનગી બાતમી મળતા ટેકનિકલ સોસ મારફતે તપાસ કરત આરોપી ચિત્રોડી ગામની સીમમાં હોવાનુ જાણવા મળતા હળવદ પોલીસ સ્ટેશન ખાતેથી એક ટીમ બનાવી તાત્કાલીક રવાના કરતા આરોપી વિશાલકુમાર અજીતભાઈ ખાંભડીયા જાતે કોળી ઉ.વ.૨૪ રહેવાસી-ઈન્દ્રીરાનગર મોરબી મુળ રહે.ગોલાસણ તા.હળવદ વાળો ચિત્રોડી ગામની સીમમાંથી મળી આવતા હસ્તગત કરી આરોપીને હળવદ પોલીસ સ્ટેશન ખાતે લાવી આરોપીને ધોરણસર અટક કરવામાં આવેલ છે તેમજ હાલે આ ગુનાની તપાસ તજવીજ પોલીસ ઇન્સ્પેકટર કે.એમ.છાસીયાનાઓ સંભાળી રહેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર