હળવદમા અગરીયાઓએ મીઠાના સારા ભાવ અને વધુ ઉત્પાદનની આશાએ શુભ મુહૂર્ત કર્યું
મોરબી: હાલના વર્ષોમાં હળવદ વિસ્તારમાં સારો વરસાદ પડવાના કારણે રણ વિસ્તારમાં ખુબ મહેનત કરી મીઠું પકવતા અગરીયાઓમા પણ વધુ સારા ઉત્પાદનની આશાએ અગરીયાઓની મંડળીઓ દ્વારા રણમાં માતાજીને નૈવેદ્ય ધરાવી મુહૂર્ત કરવામાં આવ્યું છે. ત્યારે રણમાં વસતા અંદાજે ૫ હજારથી વધુ અગરીયાઓને ૨૦૦ થી વધારે મંડળીઓને રોજગારી પૂરી પાડે છે.
ઉલ્લેખનીય છે કે હળવદના અગરીયાઓ રણમાં મિંઠુ પકવી રોજગાર મેળવી પોતાના ગુજરાન ચલાવે છે જેમાં ચાલુ વર્ષે ચોમાસુ સારુ રહ્યું હોવાથી અગરીયાઓએ પણ મીઠાના સારા ઉત્પાદનની આશ લગાવી છે. જેમાં ૫ હજારથી વધુ અગરીયાઓ અને ૨૦૦થી વધુ મંડળીઓ દ્વારા પરીવાર સાથે ૬ મહીના જેટલી કપરી મહેનત કરી ટાઢ તડકો વેઠીને અમૃત સમાન મીઠું પકવવામાં આવે છે. હળવદ પંથકમાં રણ કાંઠાના ગામોમાં મુખ્ય વ્યવસાય મીઠું પકવી રોજગારી મેળવવાનો છે જેમાં ખુબજ મેહનત કરી રોજીરોટી મેળવતા હોય છે. ત્યારે ચાલુ વર્ષે ચોમાસામાં સારો વરસાદ થયો હોવાથી અગરીયાઓએ સારા ઉત્પાદન અને સારા ભાવની આશાએ પોતાના ઈષ્ટદેવને નૈવેદ્ય ધરાવી શુભ મુહૂર્ત કરી કાર્ય શરૂ કર્યું હતું.