હળવદ: હળવદ કંસારીયા હનુમાન મંદિર પાછળ આવેલ કેનાલમાં ડુબી જતાં યુવતીનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ હળવદના સરા રોડ આંબેડકર નગર -૦૧ માં રહેતા મંજુલાબેન મનોજભાઇ પરમાર ઉ.વ.૨૬વાળા કોઈ કારણસર હળવદ કંસારીયા હનુમાન મંદિર પાછળ આવેલ કેનાલમાં ડુબી જતાં યુવતીનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
