હળવદ : હળવદમાં મંગળવારે રાત્રીના સાડા નવેક વાગ્યાના અરસામાં પોલીસ લાઇન નજીક રસ્તે જઈ રહેલા વૃધ્ધાને નિશાન બનાવી બે સમડીએ સોનાના ચેઇનની ચિલઝડપ કરી લેતા ચકચાર જાગી છે.જો કે, સમગ્ર ઘટના સીસીટીવીમા કેદ થઈ ગઇ છે.
જાણવા મળતી વિગતો મુજબ હળવદ પોલીસ લાઇન નજીક રાત્રીના સાડા નવેક વાગ્યાના અરસામાં મંજુલાબેન મહાદેવભાઈ પ્રજાપતિ ઉ.62 નામના વૃધ્ધાને નિશાન બનાવી પલ્સર બાઈક ઉપર આવેલા બે બાઈક સવાર સમડીઓએ ગળામાં ઝોટ મારી સોનાના ચેઇનની ચિલઝડપ કરી નાસી છૂટતા ચકચાર મચી ગઇ છે. જો કે આ ઘટનામાં વૃધ્ધાએ ચેન પકડી રાખતા અડધો ચેન બચી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતા આરોપીઓ ઓળખાઈ જવાની શક્યતા જોવાઇ રહી છે.
મળતી માહિતી મુજબ આગામી ૩-૪ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ જીએસટી કાઉન્સિલની ૫૬ મી બેઠક નવી દિલ્હી ખાતે યોજાશે. આ બેઠકમાં દિવાળી પહેલા ટેક્સ ઘટાડવાના નિર્ણયો લેવામાં આવશે તેમજ આ બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાની અપેક્ષા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે.
કાઉન્સિલની આ બેઠકમાં તહેવારો પહેલા ટેક્સ સ્લેબમાં...
મોરબીના જીવાપર (ચકમપર) થી પાવડીયારી કેનાલ રોડ અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. આ રોડ પર પાણીના ટાંકા, માટીના ટ્રક, રેતીના ટ્રક ચલાવી ચલાવી ને રોડ તોડી નાખવામાં આવ્યો છે. જેના કારણે કારખાને જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ રોડ પર ચકમપર, દેવળીયા, ચરાડવા,...