હળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામે પોલીસે રેઇડ પાડી જાહેરમાં જુગાર રમતા ચાર પત્તાપ્રેમીને ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામે પોલીસે રેઇડ પાડી જાહેરમાં જુગાર રમતા આરોપી સંજયભાઈ ઉર્ફે મુન્નો જગજીવનભાઈ માકાસણા, પ્રહલાદભાઈ રાઘુભાઈ માકાસણા, જગદીશભાઈ ચતુરભાઈ માકાસણા અને છગનભાઈ નાનુભાઈ પઢીયારને તીનપતીનો જુગાર રમતા ઝડપી પાડી રોકડા રૂ.૧૧,૬૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.
