હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે શેરીમાં ઘાસ કાઢવા બાબતે આધેડને માર માર્યો હોવાની આઠ ઈસમો વિરૂદ્ધ હળવદ પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના માલણીયાદ ગામે રહેતા ઘનશ્યામભાઇ માવજીભાઈ કણજારીયા (ઉ.વ.૫૦) એ આરોપી રતીલાલ મુળજીભાઇ પરમાર, ભગવાનજીભાઇ મુળજીભાઇ પરમાર, કિશોરભાઇ મુળજીભાઇ પરમાર, મુળજીભાઇ હરજીભાઇ પરમાર, રુખીબેન મુળજીભાઇ પરમાર ,મનિષાબેન કિશોરભાઇ પરમાર, ભાવનાબેન રતિલાલભાઇ પરમાર , ભગવાનજીભાઇની પત્ની ( રહે. તમામ નવા માલણીયાદ ગામ,) વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા.૨૫-૦૮-૨૦૨૨ના રોજ સાંજના સાતેક વાગ્યાના અરસામાં ફરીયાદી પોતાના ઘર પાછળ શેરીમાં ઘાસ કાઢતા હોય જે આરોપીઓને સારુ ના લાગતા આરોપી નં.૧ નાએ ધારીયા વતી ફરીયાદીને ડાબી બાજુ કપાળથી ઉપરના ભાગે તથા ડાબા પગના ઢીંચણના નીચેના ભાગે ઘા મારી ફુટ કરી ઇજા કરી તથા આરોપી નં. ૨ નાઓએ ધોકાથી તથા આરોપી નં. ૩ નાએ પાઇપથી તથા આરોપી નં. ૪ નાએ ધોકાથી ફરીને શરીરે ઘા મારી ફરીયાદીને ડાબા ખંભાની બાજુમાં ફેકચર જેવી ઇજા તથા શરીરના અન્ય ભાગે મુંઢ ઇજા કરી તથા ફરીયાદીના સાથી ત્રિભોવનભાઇ તથા કંચનબેનને આરોપી નં. ૩ નાએ પાઇપ વતી શરીરે ઘા મારી મુંઢ ઇજા કરી ફરી તથા સાહેદને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ પાછળથી આરોપી નં. ૫ થી ૮ નાઓએ આવી પથ્થર ઘા કરી ફરી તથા સાહેદોને ઇજા કરી હતી. આ બનાવ અંગે ફરીયાદી એ આઠે આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
