Monday, July 7, 2025

હળવદના નવા ધનાળા ગામે યુવકને એક શખ્સે ધોકા વડે ફટકાર્યો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદ તાલુકાના નવા ધનાળા ગામની સીમમાં યુવકે પોતાની જમીનમાં આરોપીના ખેતરના શેઢે હળનુ લીંટુ નાખેલ હોય જે બાબતનો ખાર રાખી આરોપીએ યુવકને ગાળો આપી લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના નવા ધનાળા ગામ ઘનશ્યામનગરમા રહેતા ઘનશ્યામભાઈ મનજીભાઈ કણઝારીયા (ઉ.વ.૩૭) એ તેમના જ ગામના આરોપી ઇશ્વરભાઇ ડાયાભાઇ કણઝારીયા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ પોતાની માલીકીની નવા ધનાળા ગામની સીમમાં સીયારકી વાળી જમીનમાં ફરીયાદી તથા આરોપીના ખેતરના શેઢે હળનું લીટું નાખેલ હોય જે બાબતનો ખાર રાખી આરોપીએ ફરીયાદીને જેમ-ફાવે તેમ ગાળો આપી લાકડાના ધોકા વડે ઘા મારી મુંઢ ઇજા પહોંચાડીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર