Saturday, March 21, 2026

હળવદમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા બે ઈસમોને દારૂના જથ્થા સાથે ઝડપાયા 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદ ટાઉનમાં ટીકર ફાટક ખાતેથી ઈંગ્લીશદારૂની હેરાફેરી કરતા ઈસમોને ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે બે ઈસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે.

હળવદ પોલીસ સ્ટાફ પ્રોહીબીશન અંગેના સફળ કેશો શોધી કાઢવા સતત કાર્યશીલ હતા.તે દરમ્યાન પોલીસને મળેલ બાતમીના આધારે હળવદ ટીકર ફાટક પાસેથી પોલો ગાડી રજીસ્ટર નંબર -GJ-05-JH-1741 વાળીમાંથી ભારતીય બનાવટની પરપ્રાંતીય ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડી વાહન મુદામાલ સહિત કુલ કિં.રૂ.૨,૩૭,૯૦૦/- નો મુદામાલ કબજે કરી આરોપી નવઘણભાઈ ભીમજીભાઈ સનુરા ઉ.વ.૨૦ રહે. જુના ઘાંટીલા તા.માળીયા મી., કલ્પેશભાઈ હસમુખભાઈ પરમાર ઉ.વ.૧૯ રહે. બસ સ્ટેન્ડ પાછળ હળવદ તા. હળવદવાળાને ઝડપી પાડી આરોપી વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

વધુ જુઓ

તાજા સમાચાર