હળવદ GIDC પાછળ જાહેરમાં જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા
હળવદ શહેરમાં જી.આઇ.ડી.સી પાછળ ખુલ્લા પટમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન હળવદ શહેરમાં જી.આઇ.ડી.સી પાછળ ખુલ્લા પટમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો રાહુલભાઇ કેશાભાઇ દેથરીયા (ઉ.વ.૨૩) રહે. હળવદ જી.આઇ.ડી.સી પાછળ તા.હળવદ, જીગ્નેશભાઇ કેશુભાઇ ગોઢાણીયા (ઉ.વ.૩૧) રહે. જી.આઇ.ડી.સી પાછળ છાપરામા તા.હળવદ, ઇકબાલભાઇ ગુલામભાઇ કટીયા (ઉ.વ.૩૬) રહે. મીઠાના ગંજા ટીકર રોડ હળવદ તથા રાણાભાઇ વિરાભાઇ સોલંકી (ઉ.વ.૪૫) રહે. હરીદર્શન સામે છાપરામા તા.હળવદવાળાને રોકડ રકમ રૂ. ૨૪૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.