હળવદમાં ખેતરમાં ગાયો ચરાવવાની ના પાડતા આધેડ પર બે શખ્સોનો હુમલો
હળવદમાં રહેતા આધેડના દાડમના ખેતરમાં બે શખ્સો ગાયો ચરાવતા હોય તે દરમ્યાન શ્રમીકે ફોન કરતા આધેડ ખેતર એ આવી ગાયો ચરાવવાની ના પાડતા સારૂં ન લાગતા આરોપીઓએ આધેડનું ગળુ અને કાંઠલો પકડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદમાં સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતા મુકેશભાઈ સોંડાભાઈ તારબુદીયા (ઉ.વ.૪૫) એ આરોપી ધનજીભાઈ ઉર્ફે ધનો બાલાભાઈ સોરીયા તથા સામંતભાઈ ઉર્ફે મોરલો માત્રાભાઈ સોરીયા રહે. બંન્ને હળવદ ખારીવાડીવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને વાડીના મજુર નીતાબેનએ ફોન કરી જાણ કરેલ કે વાડીમા દાડમના ખેતરમા ભરવાડ ગાયો ચારવા આવેલ છે, તેમ ફોન કરી જાણ કરતા ફરીયાદી પોતાની વાડીએ ફોરવ્હીલ ગાડી લઇ જતા બન્ને દાડમના ખેતરમા ગાયો ચારતા હોય જેથી ગાયો ચારવાની ના પાડતા ધનજીભાઇ ઉર્ફ ધનો બલાભાઇ સોરીયાએ ફરીયાદીનુ ગળુ તથા કાઠલો પકડી લીધેલ અને ગાળો દેવા લાગેલ અને લાકડી લઇ ફોરવ્હીલ ગાડીનો આગળનો કાંચ તોડી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.