હળવદમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ/બીયરના જથ્થા સાથે મહિલા ઝડપાઈ
હળવદ: હળવદ ટાઉન ખાતે પંચમુખી ઢોરામા ઘંટીની પાછળ બીજી શેરીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ-બિયરના જથ્થા સાથે એક મહિલાને હળવદ પોલીસે ઝડપી પાડી છે.
મળતી માહિતી મુજબ હળવદ ટાઉન ખાતે પંચમુખી ઢોરામા ઘંટીની પાછળ બીજી શેરીમાં રહેતી આરોપી સલમાબેન ઉર્ફે સોનુ આશીફભાઈ મીરના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧૦ કિં રૂ. ૧૬૦૦ રૂપિયા તથા બીયર ટીન નંગ -૭ કિં રૂ.૭૦૦ મળી કુલ કિં રૂ.૨૩૦૦ ના મુદ્દામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડી આરોપી મહિલા વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.