Thursday, July 3, 2025

હળવદના ચરાડવા ગામે પીતાએ જ પુત્રને મોતને ઘાટ ઉતાર્યો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ તાલુકાના ચરાડવા ગામે પુત્ર કાંઈ કામ ધંધો કરતો ન હોય જેથી તેના પીતાએ તેને અવારનવાર કામ ધંધો કરવાનું કહેતા હોય ત્યારે પિતા પુત્ર વચ્ચે ઝઘડા થતા હોય જેથી પિતાએ જ પોતાના પુત્રને ગળે ટૂંપો આપી હત્યા કરી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના ભડીયાદ રોડ પર સાયન્સ કોલેજ પાછળ રહેતા દીનેશભાઈ મગનભાઈ સોલંકી (ઉ.વ.૪૨) એ આરોપી દેવજીભાઈ કરશનભાઈ સોલંકી રહે. નવા ચરાડવા તા. હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મનોજ કાંઈ કામ ધંધો કરતો ન હોય જેથી મનોજ સાથે આરોપી તેના પીતાને અવારનવાર ઝઘડા થતાં હોય જેથી આરોપીએ મનોજ સાથે ઝઘડો કરી મનોજને દોરીથી ગળે ટૂંપો આપી મનોજની હત્યા કરી હતી. જેથી આ બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની તપાસ હળવદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.એન.ગઢવી ચલાવી રહેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર