હળવદ: હળવદ તાલુકાના ચરાડવા ગામ બસ સ્ટેશન પાસેથી વિદેશી દારૂની બે બોટલ સાથે એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામ બસ સ્ટેશન પાસેથી આરોપી હરેશભાઈ ઉર્ફે હરી નવઘણભાઈ જાદવ (ઉ.વ.૩૨) રહે. નરશીપરા, દરીયાલાલ મંદિર પાસે ધાંગધ્રાવાળાને વિદેશી દારૂની બોટલ નંગ -૦૨ કિં રૂ. ૭૦૦ નાં મુદામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
