મોરબી: હળવદ તાલુકાના ચરાડવા ગામે કે.ટી.મીલ ખાતે ઇલ્યાસભાઇ ગફુરભાઇ ભટ્ટી વાળાના મકાન પાછળ આવેલ ખુલ્લી પડતર જગ્યામાંથી ઈંગ્લીશ દારૂની ચાર બોટલ ઝડપાઈ જ્યારે આરોપી સ્થળ પરથી નાશી છુટતા હળવદ પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામે કે.ટી.મીલ ખાતે ઇલ્યાસભાઇ ગફુરભાઇ ભટ્ટી વાળાના મકાન પાછળ આવેલ ખુલ્લી પડતર જગ્યામાં વેંચાણ કરવાના ઈરાદાથી ગેરકાયદેસર રીતે રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૪ કિં.રૂ. ૧૨૦૦ નો મુદ્દામાલ હળવદ પોલીસે જપ્ત કર્યો હતો જ્યારે આરોપી અમીનભાઈ અનવરભાઈ મિયાણા રહે. ચરાડવા તા. હળવદ વાળો સ્થળ પરથી નાશી ગયો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કરી તપાસ હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડના પાર્કીગ/કારખાના પાસે માલવાહક ટ્રક/ટેલર જેવા હેવી વાહનની ડિઝલ ટાંકી તોડી તેમાંથી ડીઝલ ચોરી કરતી ટોળકીનો પર્દાફાસ કરી ગુન્હામાં ઉપયોગ કરેલ કાર તથા સાધનો મળી કુલ કિ.રૂ.૩,૦૦,૪૫૦/- ના મુદામાલ સાથે બેઈસમોને મોરબી એલ.સી.બી./પેરોલફલો સ્કવોડ ટીમે ઝડપી પાડયા છે.
મોરબી લખધીરપુરરોડ ઉપર હોલીશ વિટ્રીફાઇડ કારખાના પાસે...