હળવદના દેવીપુર ગામની સીમમાં જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા
હળવદ તાલુકાના દેવીપુર ગામની સીમમાં આવેલ વાડીની ઓરડી પાસેથી જાહેરમાં જુગાર રમતા કુલ-૦૩ ઇસમોને રોકડા રૂપીયા- ૬૧,૦૦૦/- ના મુદામાલ સાથે મોરબી ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયા છે.
મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને સંયુકતમાં ખાનગીરાહે બાતમી મળેલ કે, મુકેશભાઇ હસમુખભાઇ પટેલ રહે. ચરાડવા તા.હળવદ વાળા દેવપુર ગામની સીમમાં કેનાલ કાંઠે આવેલ પોતાના કબ્જા ભોગવટાની વાડીમાં બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવે છે. જે બાતમીના આધારે દેવીપુરગામની સીમામાં બાતમીવાળા સ્થળ પોલીસે રેઇડ કરી ત્રણ ઈસમો મુકેશભાઇ હસમુખભાઇ માકાસણા, જગદિશભાઇ વલમજીભાઈ માકાસણા, વસંતભાઇ કેશવજીભાઇ માકાસણા રહે.ચરાડવા તા.હળવદ જી.મોરબીવાળાને પકડી પાડેલ જ્યારે એક શખ્સ સજયભાઇ લાલુભાઈ માકાસણા રહે. ચરાડવા તા.હળવદ જી.મોરબી હાલ રહે. મોરબીવાળો નાશી ગયેલ જેઓ તમામ આરોપીઓ પાસેથી રોકડ રૂ.૬૧,૦૦૦/- નો મુદામાલ મળી આવતા તમામ ઇસમો વિરૂધ્ધ જુગારધારા કલમ-૪,૫ મુજબ હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.