હળવદના ધનાળા પાટીયા નજીક આઇસર સાથે બોલેરો ગાડી અથડાતાં યુવકનુ મોત
મોરબી: હળવદના ધનાળા પાટીયા પાસે રોડ ઉપર આઈસર સાથે બોલેરો કાર ભટકાતાં કાર ચાલકનું મોત નિપજ્યું હતું. આ બનાવમાં મૃતકના સાઢુભાઈએ હળવદ પોલીસ સ્ટેશનમાં આઈસરના ડ્રાઈવર વિરુદ્ધ ફરીયાદ નોંધાવી હતી.
મળતી માહિતી મુજબ અમદાવાદના બાવળા તાલુકામાં રહેતા સંજયભાઇ રમણભાઇ સોડાલા (ઉ.વ.૩૨) એ આરોપી આઇસર ટ્રક રજીસ્ટર નંબર. GJ-12-BX4547 ના ડ્રાઈવર વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૧૭-૦૮-૨૦૨૨ ના રોજ સવારના સાડા આઠ વાગ્યાના સુમારે હળવદના ધનાળા પાટીયા નજીક આરોપીએ પોતાના હવાલા વાળુ આઇસર ટ્રક રજી નં. GJ-12-BX-4547 વાળુ આવતા જતા વાહનોને તેમજ રાહદારીઓને અડચણ રૂપ થાય તે રીતે રોડ ઉપર પાર્ક કરી પાર્કીગ લાઇટ ચાલુ નહી રાખી, બેફિકરાઇ રીતે આવતા જતા રાહદારીઓની જીંદગી જોખમાઇ તે રીતે પોતાનુ આઇસર ટ્રક ઉભુ રાખેલ હોય જેના લીધે ફરિયાદીના સાઢુભાઇ પોપટભાઇ સોમાભાઇ ઠાકોર (ઉ.વ.૩૦) રહે. રધવાણજ ગામ, તા.માતર જી.ખેડા વાળાની બોલેરે પીકઅપ ગાડી રજી નં. GJ-27-X-9587 વાળી આરોપીની બેદરકારીના લીધે તેના વાહન સાથે ભટકાતા અકસ્માત થતા ફરીયાદીના સાઢુને શરીરે ગંભીર ઇજા થતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું હોવાથી હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરીયાદના આધારે આરોપીને ઝડપી પાડવા પોલીસે તજવીજ હાથ ધરી છે.