હળવદના ઢવાણ પાટીયા પાસે ટ્રકે હડફેટે લેતા બાઈક સવારનું મોત
હળવદ: હળવદ તાલુકાના ઢવાણ ગામના પાટીયા પાસે ટ્રકે હડફેટે લેતા બાઈક સવારનું મોત નિપજ્યું હતું આ બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના પીપળા ગામે રહેતા સવજીભાઈ લાભુભાઈ (ઉ.વ.૨૩) એ આરોપી ટ્રક ડમ્પર રજીસ્ટર નંબર -GJ-03-BV-8507 ના ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૬-૦૩-૨૦૨૪ ના રોજ સવારના અગીયાર વાગ્યા પહેલાં આરોપીએ એ પોતાના હવાલાવાળું ડમ્પર રજીસ્ટર નં- GJ-03-BV 8507 ના ચાલકે બેદરકારીથી પુરઝડપે રીવર્સ ચલાવી લાભુભાઇના મોટરસાયકલ રજીસ્ટર નં- GJ- 01- DQ -0886 સાથે ભટકાડી નીચે પાડી દઈ માથે ચડાવી તેઓના બન્ને પગે તથા ડાબા હાથે તથા મોઢાના ભાગે હોઠે નાની મોટી તેમજ ગંભીર ઈજાઓ કરી મોત નિપજાવી ડમ્પર મુકી ત્યાંથી નાસી ગયો હતો. આ બનાવ અંગે સવજીભાઈએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૨૭૯,૩૦૪(અ) તથા એમ.વી. એક્ટ કલમ -૧૩૪,૧૭૭,૧૮૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.